મારે પણ એક ઘર હોય,

હા…. મારે પણ એક ઘર હોય,

આપું વિસામો મારા મન ને

તેવું મારું પણ એક રહેઠાણ હોય,

હા… મારે પણ એક ઘર હોય

જ્યાં છત મારા શમણા ઓ ની

અને

મારી હકીકત ની જમીન હોય,

જ્યાં દિવાલો મારા વિશ્વાસ ની

બારણું મારી લાગણી ઓ નું હોય

જ્યાં બારી ઓ મારા હાસ્ય ની હોય

હા… મારે પણ એક ઘર હોય

સરનામું જેનું સ્વાભાવિકતા નું,

અને આંગણ જેનું ખુશી ઓ નું હોય,

ક્યારા માં હોય જેના હાસ્ય ના ફૂલો,

ભલે સિંચ્યા તે આંસુ ઓ એ હોય…

હા… મારે પણ એક ઘર હોય

જ્યાં થાય ભક્તિ પ્રેમ ની ઉત્સવ માણુ સુખી સંજોગો ના,

જ્યાં દરેક દિવસ રંગો ની હોળી અને દરેક રાત હોય દિવાળી

જ્યાં મોસમ હોય ફક્ત ચેન અને સુકુન ની,

હા… મારે પણ એક ઘર હોય

– મિત્તલ

%d bloggers like this: