સૌથી મોટો રૂપિયો

સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી આ રૂપિયો
આજ મારો અને કાલે બીજાનો કોઈનો નથી રૂપિયો

ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો

કાલીયા ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી રૂપાળો આ રૂપિયો

એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
માન અને સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો

મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો

સબધ,લાગણી,પ્રેમ કઈ નથી જોતો આ રૂપિયો
ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો

-ભરત સુચક

કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?

કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે કાળજ કરવત મૂક્યાં
એકે પાડ્યા ચીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?

એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યો ;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો
એકે તને ગોરસ પાયાં
એકે ઝેર કટોરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?

પચરંગી પાનેતર તું વિણ રાધે કદી’ન પહેર્યો ;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી’ન લહેર્યો
એકે ઓઢી શ્યામ ઓઢણી
એક ભગવા લીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?

મલક બધાનો મૂકી મલાજો રાધા બની વરણાગણ
ભર્યો ભાદર્યો મૂકી મેડતો મીરાં બની વેરાગણ
એક નેણની દરદ દીવાની
બીજી શબદ શરીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?

હું કોનો છું પૂછો એટલું મળે ક્યાંય જો રાધા…
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા… ?
મારે અંતર રાધા વેણુ વગાડે
ભીતર મીરાં મંજીરા… !
મારે તો મીરાં-રાધા-મીરાં… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… !

ઈસુભાઈ ગઢવી

સમય

 સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે,

સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,

ભરત સુચક

 

%d bloggers like this: