એ લોકો કાપડના તાકાના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય
ત્યારે વાર વાર વેચે છે.
એ લોકો ધાનના ગોદામો ભરી રાખે છે.
પછી જ્યારે ભૂખ્યા માણસ સડી જાય
ત્યારે કિલો કિલો વેચે છે.
એ લોકો દવાની શીશીઓ ભરી રાખે છે.
પછી જ્યારે માણસ મરી જાય
ત્યારે ટીપે ટીપે રડે છે
એ લોકો નથી – એ તો છે
ચલણી નોટો ખાતી ઉધઈ.
મારે કવિ નથી થવું – મારે તો થવું છે
ઊધઈ મારવાની અસરકારક દવા.
– પ્રિયકાન્ત મણિયાર
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રિયકાન્ત મણિયાર | Tagged: એ લોકો કાપડના તાકાના તાકા ભરી રાખે છે., ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રિયકાન્ત મણિયાર, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »