મુખ મચકોડ્યું, હલ્યું હાડકું,

મુખ મચકોડ્યું, હલ્યું હાડકું,
લોક ગણે કે થયું ઠાવકું.

ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
તો’ય હૃદય આ રહ્યું પારકું.

બળદ તજીને બદર જોતર્યાં,
હડિયાપાટી હવે કાય’કુ ?

રોજ સપનમાં થતી જાતરા,
રોજ ઓશીકું બને બાચકું.

પતઝડ, સાવન, શરદ, નિદાઘે,
ઝીલે ઝરે ના કૈં જ ટાલકું.

પંચમ શુક્લ

ધડ તો લડે કોઈ માથા વગર,

ધડ તો લડે કોઈ માથા વગર,
ક્યાં ટેકવું તીર ભાથા વગર?

તાંબૂલમાં છો ને મબલક ભર્યું,
ગોઠે ન એનેય કાથા વગર!

છો લાગતું ખૂબ નાનું તને,
નૈ ઊપડે તેય હાથા વગર!

વિસ્તારીને જો કહે તો સૂણું,
ગમતું નથી કૈં જ ગાથા વગર!

ક્યાં ચાલતું કોઈને પણ કદી?
નાણા વિનાના એ નાથા વગર!

એનો નશો જીરવી તો જુઓ,
ચક્કર નરાતાર આથા વગર!

પંચમ શુક્લ

ધડ તો લડે કોઈ માથા વગર,

ધડ તો લડે કોઈ માથા વગર,
ક્યાં ટેકવું તીર ભાથા વગર?

તાંબૂલમાં છો ને મબલક ભર્યું,
ગોઠે ન એનેય કાથા વગર!

એ લાગતું ખૂબ નાનું તને,
નૈ ઊપડે તેય હાથા વગર!

વિસ્તારીને જો કહે તો સુણું,
ગમતું નથી કૈં જ ગાથા વગર!

ક્યાં ચાલતું કોઈને પણ કદી?
નાણા વિનાના એ નાથા વગર!

એનો નશો જીરવી તો જુઓ,
ચક્કર નરાતાર આથા વગર!

– પંચમ શુકલ

%d bloggers like this: