એક દિવસ…

એક દિવસ શેરડી ના સાંઠાને એક વિચાર આવ્યો, કે હું આટલો તંદુરસ્તી ભર્યો, રસ ભર્યો, ગુણ ભર્યો, લોકોનાં માનપાન મેળવનારો, સર્વગુણ સુંદર અને મારો ઉપયોગ લોકો કરી જાય? મને કચડીને નીચોવીને બધા મઝા કરે? એ કેમ ચાલે?
એણે નક્કી કર્યું કે …‘હવે થી આ લોકો માટે મારી યુવાનીનું ગળું હું નહી જ ટુંપું.
સમય તો આવે અને જાય છે. સહુનો…
શેરડી ના સાંઠા નો પણ સમય પુરો થયો.
એમાં હવે રસ કસ રહ્યો ના હતો.
બધા જ ગુણ નષ્ટ થયા.
લોકો એ એને સળગાવી દીધો. કોઇ કશું જ ના બોલ્યું

બળેલા સાંઠા એ વિચાર્યું કે
આના કરતાં તો સારું હતું કે મારી યુવાની ભલે કચડાતી હતી,
લોકો મારા રસ કસ નો આનંદ લેતા હતા,
મારી જિંદગી નો પરિશ્રમ બધામાં ભળી જતો હતો,
પરંતુ
પરંતુ
અંતે લોકો કહેતા હતા કે
“અરે વાહ વાહ ભાઇ શેરડી ખૂબ જ મિઠી હતી એટલે જ એનો રસ મીઠો છે.”
કદાચ આ જ જીવન ની સાચી સાર્થકતા હોઇ શકે.
કાશ ઇન્સાન આટલું સમજતો હોત.

વિચાર કરાવે એવી વાત
એક સિગારેટ સળગતી હતી
એક અગરબત્તી સળગતી હતી.
ઘટના એક સરખી જ છે.
બંન્ને સળગે છે.
બંન્ને એના સળગાવનાર ને આનંદ આપે છે.
બંન્ને આદત છે.
બંન્ને વ્યસન છે.
છતાં…
છતાં…
બંન્ને ની સમાજ પર અસર ભિન્ન ભિન્ન પડે છે.
કારણ ??????
બંન્ને ની બનાવટ અને પદાર્થો અલગ અલગ છે.
બંન્ને ની રચના પાછળ હેતુ અલગ છે.
એક બાળે છે.
એક અજવાળે છે.
એક તરફ નફરત છે.
એક તરફ આસ્થા છે.
શું જોઇએ છે હવે???? એ આપના સંસ્કાર પર નિર્ભર છે.
મદદ માટે સજ્જન વ્યક્તિ નો સાથ લો.
શુભેચ્છા સહ

“નિર્મળ ભટ્ટ” (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા)

%d bloggers like this: