વાદળા સાથે મોકલ્યો છે સંદેશો, મળી જાય ત્યારે કહેજો

વાદળા સાથે મોકલ્યો  છે સંદેશો,  મળી જાય ત્યારે કહેજો

ચમકતી વિજળી જ્યારે મન તમારું કળી જાય ત્યારે કહેજો.

આ ચાંદ-તારા જોઈ રહ્યાં છે રાહ આપણા મિલનની

 બસ  આ  નઠારો  સૂરજ  ઢળી જાય  ત્યારે  કહેજો

પાંપણ  પર  પડ્યો  છે   પથરાયેલો  સપનાનો  કાફલો

 રખેને તણાઈ જાય એ બધું, આંખ ઝળહળી જાય ત્યારે કહેજો

વસંતનું વાવેતર  મેં  કરી  દીધું  તમારા દીલમાં,

 મંઝીલમાં બસ ઉદાસીની પાનખર એના દેશ વળી જાય ત્યારે કહેજો

એવી સંવેદિતા છે આપણી વચ્ચે કે આંખ મારી પલકારા

તમારા મારું  આકાશ  વરસે  અને  ત્યાં  પ્રેમ  પલળી જાય ત્યારે કહેજો

હું ચાહીશ તમને મન  મૂકીને અનંત  યુગોના  અંત સુધી

 તમે પણ કોઈ અદમ્ય ઝંખના મનમાં સળવળી જાય ત્યારે કહેજો

-દીનેશ ગજ્જર

%d bloggers like this: