જેટલું કોઇ ગરજતું હોય છે,

જેટલું કોઇ ગરજતું હોય છે,

એટલું ક્યાં એ વરસતું હોય છે.

કો ક દિ આવી ચડે કોઇ સ્મરણ,

કેટલી પીડા સરજતું હોય છે.

એક પરપોટો હતો ફૂટી ગયો,

કોઇનું ક્યાં કઇ ઊપજતું હોય છે.

જીવ નાદાની કરી લે છે કદિ,

મન બધી વાતે સમજતું હોય છે.

આયનો એકીટસે જોયા કરે,

જો કોઇ શણગાર સજતું હોય છે.

આમ ઊગી નીકળી હમદમ ગઝલ,

શબ્દનું કેવું નીપજતું હોય છે.

તુરાબ હમદમ

%d bloggers like this: