સુખ નું સરનામુ આપો…. સુખ નું સરનામુ આપો
જીવનના કોઇ એક પાના પર એનો નકશો છાપો.
સુખ નું સરનામુ આપો…….
સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું
કઇ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું
એના ઘરનો રંગ કયો છે ક્યાં છે એનો ઝાંપો..
સુખ નું સરનામુ આપો…….
ચરણ લઇને દોડું સાથે રાખું ખુલ્લી આંખો
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો
સુખ નું સરનામુ આપો…….
કેટલા ગાંઉ, જોજન, ફલાંગ કહો કેટલું દૂર
ડગ માડું.. કે મારું છલાંગ…. કહો કેટલું દૂર
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઇ માપો
સુખ નું સરનામુ આપો…….
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડૉ. શ્યામલ મુન્શી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ડૉ. શ્યામલ મુન્શી, પ્રેમ ગીત, સુખ નું સરનામુ આપો…. સુખ નું સરનામુ આપો, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 2 Comments »