ભૂલવા સમું બધું ભૂલી જાઉં,

ભૂલવા સમું બધું ભૂલી જાઉં,
એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં.

મોગરે મઘમઘી જઈ પાછો,
ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં.

આમ તો તક અપાર મળી છે,
થાય કે વિહગ થૈ ઊડી જાઉં.

આયખું અમૃતભર્યું મળ્યું છે,
એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં.

બ્હાર નીકળવું છે, પૂછું તેથી
બિંબથી કઈ રીતે કૂદી જાઉં ?

તારી યાદ લઈ ઘૂમું કિશોર,
નામને હરપળે ચૂમી જાઉં.

-ડૉ. કિશોર મોદી

ભૂલવા સમું બધું ભૂલી જાઉં,

ભૂલવા સમું બધું ભૂલી જાઉં,
એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં.

મોગરે મઘમઘી જઈ પાછો,
ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં.

આમ તો તક અપાર મળી છે,
થાય કે વિહગ થૈ ઊડી જાઉં.

આયખું અમૃતભર્યું મળ્યું છે,
એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં.

બ્હાર નીકળવું છે, પૂછું તેથી
બિંબથી કઈ રીતે કૂદી જાઉં ?

તારી યાદ લઈ ઘૂમું કિશોર,
નામને હરપળે ચૂમી જાઉં.

ડૉ. કિશોર મોદી

ઝળહળ ઝળહળ રાખ્યું છે પ્હેલેથી,

ઝળહળ ઝળહળ રાખ્યું છે પ્હેલેથી,
જીવન શગ-શું આપ્યું છે પ્હેલેથી.

અંદર અંધારાની ચિંતા છે નહિ,
સૂરજ જેવું આણ્યું છે પ્હેલેથી.

ઊર્મિનાં ફૂલોમાં મઘમઘતો રહું,
વાસંતી મન પાળ્યું છે પ્હેલેથી.

હર શંકાથી નિત પર રહું એ રીતે,
શુકનને શણગાર્યું છે પ્હેલેથી.

ગાન ઘરોબાનું ગાઇબજાવીને,
મમતા જેવું માણ્યું છે પ્હેલેથી.

-ડૉ. કિશોર મોદી

%d bloggers like this: