આંખોમાં એક ચાંદ જેવા ચહેરાને લઈને ફરૂ છું હું

આંખોમાં એક ચાંદ જેવા ચહેરાને લઈને ફરૂ છું હું
હવે અમાસની રાત આવે તો પણ શું ? અંધકાર મને કદી નહીં લાગે

જિંદગીનો આ બગીચો તમારા સ્પર્શથી બન્યો છે લીલોછમ
હવે પાનખર આવે તો પણ શું ? જિંદગી મને કદી વેરાન નહીં લાગે

મંઝીલને શોધતા શોધતા તમારો ઉષ્માભર્યો મળ્યો છે સાથ
હવે રસ્તો કાંટાળો હોય તો પણ શું ? મંઝીલ મને કદી દૂર નહીં લાગે

તમારી ઝુલ્ફોની ઘટામાં જ મળ્યો છે મને જિંદગીનો વિસામો
હવે મોત આજે આવે તો પણ શું ? મૃત્યુનો મને કદી ડર નહીં લાગે

મારા અંગે અંગમાં ફુટી રહી છે તમારી મીઠી યાદોની કુંપળો
હવે મિલન ન થાય તો પણ શું ? ‘પરેશાન’ દિલ મને જુદા નહીં લાગે.

ચૈતન્ય એ. શાહ

%d bloggers like this: