શોધ

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Category

અનિલ ચાવડા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

-અનિલ ચાવડા

ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,

ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?

એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?

હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.

– અનિલ ચાવડા

મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં,

મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં,
અંગ અધીરાં શ્વાસ અધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

ગોકુળથી લઇ મથુરા, મથુરાથી મેવાડ લગી જે વ્હેતા,
એ સૂર બધાયે લીરે લીરા, ચાલો રમીએ મીરાં મીરાં.

ગીત-ગીતમાં પ્રિત-પ્રિતમાં રીત-રીતમાં અજબ-ગજબની,
છાની છલકે એક મદિરા, ચાલો રમીએ મીરાં મીરાં.

મોરપીંછની કલગી સાથે રંગ-રંગનાં સમણાં મારાં,
સઘળાં બોલ્યાં ધીરાં ધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

રોમ રોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
રણકયાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

– અનિલ ચાવડા

તું હવાની જેમ આવી આરપાર થઈ જા,

તું હવાની જેમ આવી આરપાર થઈ જા,
આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા.

બેઉમાંથી એક તો તારે થવું જ પડશે,
રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા.

સૂર્યના પહેલા કિરણ જેવો જ તું હ્રદયમાં,
કોઈ સુંદર તાજગી ભર્યો વિચાર થઈ જા.

હું તને ચાહી શકું મારા સરળ પ્રકારે,
ચાહવાનો એટલો *સહેલો પ્રકાર થઈ જા.

હુંય લીલોછમ અડીખમ ને સળંગ ભીનો,
તુંય મૂશળધાર થઈ જા, ધોધમાર થઈ જા.

અનીલ ચાવડા

મા-દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

– અનિલ ચાવડા

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

– અનિલ ચાવડા

કોઈ અડ્યું તો કમાલ થઈ ગઈ,

કોઈ અડ્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીએ ગુલાલ થઈ ગઈ.

શુભ સંદેશા ડાળે ડાળે,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

વાત કરી જ્યાં ઝાકળની ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

અનિલ ચાવડા

શબ્દ નૈ, સંકેત નૈ, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?

શબ્દ નૈ, સંકેત નૈ, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?

આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નૈ તે લૂછવું કઈ રીતથી?

તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે?

ને ઉપરથી ઘૂટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી?

તું કહે છે સાવ ભૂલી જા મને ને હું ય કોશિશ તો કરું,

પણ જળ વડે પત્થર ઉપરનું કોતરેલું ભૂંસવું કઈ રીતથી?

હું હવે સંપૂર્ણ તારો થઇ ગયો છું, હું હવેથી હું નથી,

પ્રશ્ન એ છે કે મને મારી કનેથી જૂંટવું કઈ રીતથી?

– અનિલ ચાવડા

એક મોજું એ રીતે અથડાય છે,

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

-અનિલ ચાવડા

કોઈ અડ્યું તો કમાલ થઈ ગઈ,

કોઈ અડ્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા  વેર્યા,
હવા બધીએ ગુલાલ થઈ ગઈ.

શુભ સંદેશા ડાળે ડાળે,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

વાત કરી જ્યાં ઝાકળની ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

-અનિલ ચાવડા

લ્યો અમારા પ્રેમને પીંછું કહી દો,

લ્યો અમારા પ્રેમને પીંછું કહી દો,
એ ન ફાવે તો કશું બીજું કહી દો.

ફેરવો નહિ આમ અમને ગોળગોળ,
જે કહેવું હોય તે સીધું કહી દો.

પ્રેમ, નફરત, ધૂળ, ધાણી કે કશું પણ,
શું અમારી આંખમાં દીઠું ? કહી દો.

આપ બોલી ના શકો ઊંચા સ્વરે તો,
કાનમાં આવી ધીમું ધીમું કહી દો.

સાચવે છે આપનાં સઘળાં સ્મરણને,
આ હૃદયને લ્યો હવે ખિસું કહી દો.

શક્ય છે હું વૃક્ષ માફક જાઉં ખીલી,
જો તમે કાંઈક લીલું લીલું કહી દો.

          – અનિલ ચાવડા

મા – અનિલ ચાવડા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા

Create a free website or blog at WordPress.com. | The Baskerville Theme.

Up ↑

%d bloggers like this: