મારું મારું શું કરે છે હે જીવ
અહી મારું શું અને તારું શું?
રૂપનું અભિમાન શું કરે છે હે જીવ
તારું રૂપતો છે અહી ઉડી જવાનું ………….મારું મારું શું કરે છે હે જીવ
કાલે જે હતું બીજાનું તે આજે છે તે તારું
આજે છે જે તારું કાલે તે બીજાનું થવાનું……………મારું મારું શું કરે છે હે જીવ
સ્વાર્થ નાં સબધ છે બધા હે જીવ
સ્વાર્થ વગર નથી કોઈ આવવાનું …………….મારું મારું શું કરે છે હે જીવ
જેને કહે છે તું તારા પોતાના હે જીવ
તે કોઈ તારી સાથે નથી આવવાનું …………..મારું મારું શું કરે છે હે જીવ
મોહમાહ્યા નાં બધન તોડ હે જીવ
તારે તો છે બધુજ ભૂલી જવાનું ……………..મારું મારું શું કરે છે હે જીવ
ખાલી હાથે આવ્યો તો હે જીવ
ખાલી હાથે તારે તો છે જવાનું ………………..મારું મારું શું કરે છે હે જીવ
ભરત સુચક
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ભરત સુચક | Tagged: આધ્યાતમિક, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મારું મારું શું કરે છે હે જીવ, bhajan, Bharat Suchak, gujarati net, gujaratiblog | Leave a comment »