સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં
જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં
ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં
સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, યુગ શાહ | Tagged: ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, યુગ શાહ, સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal |
આપણા શ્રેષ્ઠ કવિ અને ગીતકાર શ્રી રાજેન્દ્ર શાહનું ૨જી જાન્યુઆરીએ નિધન થયું છે, અથવા કહીએ કે આપણી વ્હાલી ગુજરાતી ભાષાએ અનુગાંધી યુગના એક આધ્યાત્મિક કવિ ગુમાવ્યા છે. પરંતુ એક સાચા કવિનું કદી મૃત્યુ હોઈ શકે ખરું?! અક્ષરદેહનાં આ સ્વામીએ તો એ જ દિવસે સાચા અર્થમાં શબ્દદેહે અમરત્વ પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય… ઉમાશંકર જોષી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ(૧૯૮૫) પછી રાજેન્દ્રભાઈ ત્રીજા ગુજરાતી કવિ હતા કે જેમને ખૂબ જ પ્રતિષ્ઠિત એવો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ (૨૦૦૪) મળ્યો હતો.