કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
Filed under: આદિલ મન્સૂરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: આદિલ મન્સુરી, કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો