ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની,-ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’

ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની,
કવરમાં આજ રવાના કરી ખબર ભીની.

નજીક કોઈ સ્વજન શક્ય છે કે આવ્યું હો,
નહીં તો આમ અચાનક ન હો કબર ભીની.

જનમજનમનો મને શાપ કોઈએ દીધો,
જનમજનમથી નયનમાં અવરજવર ભીની.

કહી શકાયું ન કોઈને કોઈ કારણસર,
રહ્યા કરે છે મને કાયમી અસર ભીની.

નહીં સુકાઈ શકે જો જરાક ભીંજાશે,
અતીત યાદ કરી આંખને ન કર ભીની.

One Response

  1. ભીના મનની ભીની વાત કરવા શઈ તમને….
    જે જાણે છે..સમજે છે…પીછાણે છે…..
    મારા મનની વાત ..
    ભલે કોઈ શાપ દે..કોઈ પરીક્ષાની કટોકટી સર્જાય..
    પમ..યાદ ને તો ભીની…..ભીંજી જ રાખવી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: