પળેપળ સમેટી શ્વસો શું નગરમાં.
મળે છે બધે એ જ સગવડ કબરમાં.
ચરણનો હવે વાંક શું કાઢવાનો?
ખરેખર કસોટી થશે આ ડગરમાં.
સફરમાં સજાવો ફકત એક પળને,
સજા કે કજા પણ મળે તરબતરમાં.
કિનારા જ ભેગા કરીને મળે શું?
વહી ગ્યા પછી દેખ ભીનાશ ઘરમાં.
છળેચોક જઇ વાગશે વાત ના કર,
અસર શબ્દની થાય કરકસરમાં.
‘અજ્ઞાત’
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પળેપળ સમેટી શ્વસો શું નગરમાં., ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો