વિના મસાણે લીધી મેં આગ અંજલી
આજ મારી મને જ આપું શ્રદ્ધાંજલિ
દુખિયો ના દુખ હું કદી જોઈ ના શકું
રોઈ રોઈ આંખ થઇ છે મારી સૂજેલી
ઈચ્છું છતાં જરાપણ દુર ના કરી શકું
આ તો કેવી બની રહી છે જીદ્દી પહેલી
માણસ છું માણસની મદદ ના કરી શકું
પૂજાવા ખુદ પ્રભુએ બાજી કેવી છે રમેલી
વાંઝિયું વ્રુક્ષ ખુદને ફળદ્રુપ ના કરી શકું
જન્મજાત ડાળિયું મારી છે બધી કાપેલી
-કુશ
Filed under: કાવ્ય, કુશ, ગીત, ગુજરાતીકવિતા | Tagged: કુશ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, વિના મસાણે લીધી મેં આગ અંજલી, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો