પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે,
યાદમાં તું અશ્રુ બની સદા સર્યા કરે છે.
દુર છો મારા થી હજારો જોજન વાલમ તું,
મૃગજળ બની આંખ સમક્ષ તર્યા કરે છે.
દિલની લાગણીથી નખશીખ ભીંજાણી આથી,
સદાય મન નું ધાર્યું તારું જ કર્યાં કરે છે.
આંખોમાં તારી સમાણી સદાય ફક્ત હું,
વાલમના નભ માંથી તારા ખર્યા કરે છે.
તમારા પ્રેમ નું મારે શું કહેવું પ્રિયતમ?
અવિરત સ્નેહ નું ઝરણું ઝર્યા કરે છે.
–પ્રશાંત સોમાણી
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રશાંત સોમાણી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રશાંત સોમાણી, પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો