લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,-હિમલ પંડ્યા

લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે;

ઓગળવા જઈ રહ્યો છે પત્થરનો દેહ આ,
સરકી રહેલા શ્વાસની છોડી લગામ છે;

એણે ધર્યો’તો વિષનો પ્યાલો ય એ રીતે,
મહેફિલમાં સૌને એમ કે છલકાતો જામ છે;

પૂછો ના દિલને કોણ દુભાવે છે હરઘડી,
અંગત ગણી શકાય બધા એવા નામ છે;

ઓળખ ખરી મળી છે આ દુનિયા તણી હવે,
ખંજર ધર્યા છે હાથ, ને હોઠોમાં રામ છે;

લાગે છે એટલે આ ગઝલ તીર્થસ્થાન પણ;
છે શબ્દ જ્યાં, અમારે મન ત્યાં ચારધામ છે.

Advertisements

2 Responses

  1. વર્ષો અગાઉ ‘દિવ્ય ભાસ્કર’ ની “કળશ” પૂર્તિમાં પાદપૂર્તિ માટે આપવામાં આવેલ પંક્તિ …”મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે” પરથી લખાયેલી આ રચના છે.
    : હિમલ પંડ્યા

  2. Shubhanallah! Mashaallah! vaah! vaah! Himalji. Khub sunder ane arthpurn ghazal. Temaay paanchmi ane chhati lino to kharekhar saras ane hridaysparshi che. Tamne kharekhar khub khub abhinandan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: