મારાં વિચાર,મારું મનન એટલે તમે-
ને મારું મૌન, મારું કથન એટલે તમે.
હું એટલે તમારાં અરીસાનું કોઈ બિમ્બ-
ને મારી કલ્પ્નાનું ગગન એટલે તમે.
મારું કહી શકાય એવું શું રહ્યું પછી?
સ્મિત, હર્ષ, શોક, અશ્રુવહન એટલે તમે.
લ્યો, અંતે ઓગળી ગયો મારાં મહીંનો ‘હું’,
કે તમને પામવાની લગન એટલે તમે.
જેને ન આદિ-અંત કદી સંભવી શકે-
એવું વિયોગહીન મિલન એટલે તમે.
તમને નિહાળવાનાં પ્રયાસો રહ્યાં અફળ,
‘રાહી’! અનુભવાતો પવન એટલે તમે.
– ‘રાહી’ ઓધારિયા
Filed under: રાહી ઓધારીયા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મારાં વિચાર, મારું મનન એટલે તમે-, રાહી ઓધારિયા, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
Raahiji, Pranay panth ni khub rasik ghazal tame aapi ahiya. Khub khub gami. Vaanchvaani maza aavi gai. Etluj kahish ke Vaah! Vaah! Afreen! Temaay pehli char lino to khubj gami. Tamne sacha dil thi khub khub abhinandan.