સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે,-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે,
કોઈની યાદો થકી મ્હેંકી જવાતું હોય છે.

ગ્રીષ્મના મધ્યાહ્ન જેવી ભડભડે હૈયે અગન,
માવઠું થઈ આંખથી વરસી જવાતું હોય છે.

જિંદગીની અસલિયત ગમગીન રાખે છે છતાં,
એક-બે સપનાં થકી બ્હેકી જવાતું હોય છે.

નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે,
આમ તો અખબાર થઈ જીવી જવાતું હોય છે.

મસ્ત દરિયાને કિનારે હોય વસવાનું છતાં,
બૂંદ માટે પ્રેમની તરસી જવાતું હોય છે.

છાંય કઠિયારાને મળતાં હાશ નીકળે એ સમે
વૃક્ષથી મૂછમાં જરા મલકી જવાતું હોય છે.

સર્પ જે રીતે ઉતારે કાંચળી એ રીતથી,
આ સમયથી બેફિકર સરકી જવાતું હોય છે.

ખુશનસીબી છે કે ‘ચાતક’ ઈંતજારી કોઈની
આંખથી અહીંયા સહજ ભટકી જવાતું હોય છે.

Advertisements

2 Responses

  1. સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે,-‘ચાતક’
    ભાઈ ચાતક તે તો ઘણાના દિલની વાત કહી નાખી. રાતરાણીનો ઉપયોગ કરી કલ્પનાની તમામ સીમાઓ ઓળંગી દીધી છે. આવા સુંદર પ્રયોગ માટે ધન્યવાદ.

  2. Bahot khub ! Chatakji. Vaah! Vaah! khubj saras , bhavvaahi, ane sunder ghazal. Temay trija fakra ni be lino to Subhanallah! : Jindagi ni asaliyaat ghamgin rakhe che, chhata, ek be sapna thaki baheki javaatu hoi che. Kya Khub. tamne sacha dil thi khub khub abhinandan. Shu tame Surat na Jaanita Shayar Shri Gaurang Thakar ne oolkho cho? Janavsho jarur thi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: