હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ?
ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ?
કે એ છલના નો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું ?
પડયા તો છો પડ્યા, અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા,
લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ?
ફલક પર જિંદગીના ભૂલથી ભટકયા, ચલો મંજુર
ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું ?
‘ગની’ ગીતોની, ટહુકાની તરહ બદલાય ઉદ્યાને,
પુરાણી ડાળના પંખી બનીને બેસવાથી શું ?
-ગની દહીંવાલા
Filed under: ગઝલ, ગની દહીંવાળા, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગની દહીંવાલા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
Gujarati Ghazal na janmdaata Murdhanya Shri Ganikaka vishe to koi comment karvi, te suraj ne aayno batavva jevu che. Temni to darek ghazal saral, saras, ane sunderj hoi che. Aa ghazal pan khubj pasand aavi mane. Khub maani. Khub maaza aavi vaanchvaani. Prastutkarta ne sacha dil thi abhinandan ane dhanyavaad.