છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
Filed under: અવિનાશ વ્યાસ, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અવિનાશ વ્યાસ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, છેલાજી રે….., છેલાજી રે…..- અવિનાશ વ્યાસ, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal |
Swa. Shri Avinaashbhai ni ek Amar ane khubj mashhoor Rachna. Je Avinaashbhai ne na jaanto hoi ane temni rachnao ne na jaanto hoi te Gujarati kehdavvaane layakj na hoy. Khub saras, sunder ane arthpurn geet.