હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં,
કારણ વગર રોજમળવામાં મજા નહીં.
આકાશમાં ચાંદલો ભલેને ચમકતો રહે,
દિલમાં કોઈનું નામ લખવામાં મજા નહીં.
સપનાઓ કો’ક વખત હકીકત બને છે,
ખોટો રાતે ઉજાગરો કરવામાં મજા નહીં.
ચાર દિવસ મજાની ચાંદની રાત હોય છે,
આદત અજવાળાની પાડવામાં મજા નહીં.
‘સખી’ સમજાવે છે, તો સમજી લે ગઝલમાં,
દિલ પથ્થરોની સામે ધરવામાં મજા નહીં.
પિંકલકુમાર જે. પરમાર ‘સખી’
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પિંકલકુમાર જે. પરમાર ‘સખી’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પિંકલકુમાર જે. પરમાર ‘સખી’, હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal |
`Koipan vyakti prem karwani sharuaat kare or premma pade tyare ena dilma pahela ena patranu nam lakhay jatu hoi chej or puchi le che Sakhibhai !`good..