માં નું ઉધાર

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે. … …

તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,

ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.

તારા આ કાળિયાને એવો શણગારતી,

જાણે સજીને સાજ આખી સરકાર નીકળે. …

પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,

એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.

મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે,

મારી માવલડીના સપના સાકાર નીકળે.

દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,

તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે.

-સાજીદ સૈયદ

Advertisements

4 Responses

 1. ધન્ય સાજીદભાઈ,
  આપે ખરેખર માનું માહત્મ્ય આ કાવ્ય માં સમજાવી દીધું. બહોત ખુબ !!!!!

 2. Very touching and eye oepner.
  Thank you Sajid bhai for such excellent kavya.

 3. Khare khar maa na karz ne to brhmand no koi pan santan saat saat janmo ma pan ada kari nathi sakto ke sanmaan nathi kari sakto .fakt vishva na racheita Ishwar tenu sanmaan kare che ke jayare tene “maa” banbanu Saubhagya aape che . really Dharti pe ruoop Maa Baap ka us vidhat ke pahechan hai yeh to such hai ki Bhagwan hai … Maatru devo bhava: Pitrudevobhava:

 4. સાજીદભાઇ,
  માં નું ઉઘાર ?…………………હું તો અેને ઋણસ્વિકાર કહું………………કારણ કે
  તોય મારી માવડી મારી લેણદાર નીકળે…………….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: