કાચી કેરી જેવા સપનાં, થોડા ખાટા થોડા તૂરાં,
રાતે આવે છાના માના, થોડા બિકણ થોડા શૂરાં.
તીખી ધારે દિવસો કાપે, સૂની સૂની સાંજો કાપે,
જાણે આંખે આંજી આપે,થોડા ચપ્પૂ થોડા છૂરા.
થોડા તારા દે ઉછીના,થોડા મારા લે ઠામૂકા,
ભેગા થઇ ને લીલા થાશે,થોડા પીળા થોડા ભૂરા.
ખુલ્લી આંખે આવી બેસે,કેવા સાચા પડતા લાગે !
કાચા પાકા તંતે ટાંગે, થોડા બાકી થોડા પૂરા.
માટી જેવી કાયા લઇને,આંખો નાં નિંભાડે પાકે,
અંજળ ની ઠોકર થી ભાંગે, થોડા કટકા થોડા ચૂરા.
—પારુલ.
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પારુલ | Tagged: કાચી કેરી જેવા સપનાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, થોડા ખાટા થોડા તૂરાં, પારુલ, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal |
`kachi keri jewa sapna thoda khata thoda `madhura` na hoi ?`
`kacha paka tante tange, thoda `adhura` thoda pura `…….very good
khubaj saras