મતલાથી મક્તા સુધીની ક્ષણને પરખો

મતલાથી મક્તા સુધીની ક્ષણને પરખો
શબ્દોમાંથી નીતરતી સમજણને પરખો

ગોધૂલીમાં વાંસલડી પાછળ ઘેલી થઈ
રાધાને પગ ચોંટેલી રજકણને પરખો

નિ:સ્સાસા પહેરી શું ઉભા દરપણ સામે
ફાટેલા, પણ અંદરના બચપણને પરખો

પર્વત બોદો છે કે મારી નિયત નબળી
પડઘા ના પડઘાવાના કારણને પરખો

પ્રગટીને આથમતી જ્વાળાને વિસરીને
હૈયામા સચવાયેલા આ જણને પરખો

ડૉ. જગદીપભાઈ નાણાવટી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: