અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.
પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.
થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.
અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.
હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.
અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.
– ડો. રઇશ મનીઆર
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રઈશ મનીયાર, હઝલ | Tagged: અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ડો. રઇશ મનીઆર, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
Maniyar saheb,
Premrus hamesha evojhoi chene? Bhalbhala phana thaiyee jai !
MANIYAR SAHEB
KHUB SURAT RAJU VAT 6A.I LIKE IT.THANKS