કપાળે તિલક ‘ને આંખોમાં વિકાર છે,
નિસ્તેજ ચહેરા પર વાસના ચિક્કાર છે.
સામે મળે જય જીનેન્દ્ર જીભથી બોલે,
ભુખી નજરોમા ભોગનો ઉભાર છે.
ડાફોળીયા મારશે મંદીરમા ચોતરફ ,
આંખો શોધતી ક્યા રૂપાળો શીકાર છે.
આ ધર્મના નામે ધંતીંગ ક્યા સુધી હવે,
ધર્મ ને સંયમ બે ધારી તલવાર છે.
કોઇ ડોકટર પાસેથી જાણ શરીરની રચના,
તુજ કહીશ, હાડ-માસં ચુથવા બેકાર છે.
જયકાંત જાની (અમેરીકા )
(-સુરેશ પરમાર ‘સૂર’ ની ગઝલ પરથી
હઝલ)
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), હઝલ | Tagged: કપાળે તિલક ‘ને આંખોમાં વિકાર છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (અમેરીકા ), હઝલ, ghazal, gujarati git, gujaratikavitaanegazal |
Leave a comment