આ શહેર, આ શહેર છે.

આ શહેર, આ શહેર છે.
આ તો શહેર છે..
વસ્તીમાં મસ્તીની લહેર

આ તો શહેર છે..

ઊંચી ઊંચી અહીં વાતો,
ને ગગનચૂંબી ઈમારતો.
દોડા દોડ ઠેર ઠેર છે…
આ તો શહેર છે..

ઘડીની નવરાશ નથી,
ઈશ્વર કોઈને યાદ નથી .
શાંતી સંગે સૌને વેર છે..
આ તો શહેર છે..

ધૂમાડો અહીં ધાડ પાડે,
અવાજ બોલવાની ના પાડે..
પ્રદુષણને લીલા લહેર છે ..
આ તો શહેર છે..

ગૂંડાઓ અહીં ગળા કાપે,
વેપારીઓ ખિસ્સા કાપે..
શેરના માથે સવાશેર છે..
આ તો શહેર છે..

બધાની અહીં મળે લોન,
પાડોશી સાથે સદા મૌન..
હપ્તામાં થાય હેર ફેર છે..
આ તો શહેર છે..

નરનું કામ અહીં નારી કરે,
ને નારીનું કામ નર કરે ..
ક્યાં નર નારીમાં ફેર છે ..
આ તો શહેર છે..

રેડીમેઇડનો અહીં રિવાજ,
ઇન્સ્ટન્ટનું જ બસ રાજ..
બાળવા શબને ઈલેક્ટ્રીક ચેર છે..
આ તો શહેર છે..

સગવડો સૌ અહીં સહજ છે,
સલlમતી માટે અચરજ છે..
માત મોઘવારીની મહેર છે..
આ તો શહેર છે..

પ્રેમ અહીં ‘પથ્થર’ છે,
પૈસો જ પરમેશ્વર છે..
જીવન સૌનું ઝેર છે ..
આ તો શહેર છે..

બી.આર.પટેલ. જંબૂસર.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: