ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,
નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.
સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,
મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.
બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,
ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.
ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.
ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.
ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,
ફુટી ગયેલા પેપર ઉપર એક્ષામીનેશન તો ફિક્સ છે.
ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,
જ્યા કારકુન, જ્યા કચેરી, કરપ્શન તો ફિક્સ છે.
unknown
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: આ દુનીયા આખી ફિક્સ છે, ક્રિકેટરો નો વાક નથી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો