ક્યાં પુણ્ય હોય છે અને ક્યાં પાપ હોય છે?

ક્યાં પુણ્ય હોય છે અને ક્યાં પાપ હોય છે?
વખતોવખતના અર્થ આપોઆપ હોય છે!

કોણે કહ્યું કે બદદુઆ પણ શબ્દમાં જ હોય ?
આંતરડું મૌન કકળે, તો પણ શાપ હોય છે!

સૌ જાણતાં જ હોય છે પોતાની વારતા;
અટકાવે ના,વખાણનો જ્યાં વ્યાપ હોય છે!

ખાલી મજાક કોક દિ’ ભારે પડી જશે;
મનની તિરાડનીય અશુભ છાપ હોય છે!

હે દાન!તારું ચિત્ર જ , ધારીને જોઇ લે;
એમાં ભળેલ રંગનાં ક્યાં માપ હોય છે?!

-દાન વાઘેલા

Advertisements

One Response

  1. jindgi jiwawano path etlo kathin hoi che ke pap ane punyano bhed samji shakata nathi ane bhelwayela ke bhalela rangni pahechan thai shakti nathi…..Dan Waghelane dhanyawad.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: