ઘડપણની વ્યાખ્યા શી ?

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.
પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે.
ઘડપણની વ્યાખ્યા શી?
ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.
’પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.
છાશ પીવાનું ઘટતું જાય છે અને બિયર પીવાનું વધતું જાય છે.
ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે.
ગાય પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે.
ચાલવાનું ઘટતું જાય છે અને ‘સ્કૂટરવાનું’ વધતું જાય છે.
વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.
લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે.
અને મનમેળના માનપાન વધતાં જાય છે.
માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.
ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.
લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.
યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ વાંઢો ‘મગ’ આવી જાય છે.
ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ ‘આજે બહાર જમી આવીએ.’
સ્કૂટર નારીમુક્તિનું વાહન બની રહ્યું છે.
જૂની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે.
આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.
ઘડપણ મનની અવસ્થા છે.
નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી.
કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.
બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય
લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવક–યુવતીઓને ગમે છે.
ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.
શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.
શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.
પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે
જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી.
જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જ
એક મિત્રે કહેલુઃ
‘ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ !’
હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.
આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી.
જીંદગીભર કણસતા રહીને પતિ–પત્ની સંસાર વેંઢારે
તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી.
પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે.
ટીવીની સિરિયલ જોઈએ, એ જ રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.
સરતિ ઈતિ સંસાર
જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.

જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ  તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત

યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ

વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો

યુવાન માણસ બધા નિયમો (સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ

યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી

યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું  મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી

તમારા  સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં  તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: