એક સુખની લકીર શોધું છું.
ના વધારે, લગીર શોધું છું.
દાનમાં સ્વર્ણ પણ ન સ્વીકારે,
ધનિક એવો ફકીર શોધું છું.
મૌનમાં આરપાર થઇ જાયે,
શબ્દનું સરસ તીર શોધું છું.
હુંય રણમાં જઇ રહ્યો ઊભો,
ઝાંઝવાનું ખમીર શોધું છું.
હોય તારી સુગંધ જેનામાં,
એ તરબતર સમીર શોધું છું.
આગને પણ કરી શકે વશમાં,
હર ગલીમાં કબીર શોધું છું!
– ભાગ્યેશ જહા.
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ભાગ્યેશ જ્હા, ભાગ્યેશ ઝા | Tagged: એક સુખની લકીર શોધું છું., ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભાગ્યેશ જહા., gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
[…] : https://gujaratikavitaanegazal.wordpress.com/2011/12/23/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AB%81%E0%AA%9…) GA_googleAddAttr("AdOpt", "1"); GA_googleAddAttr("Origin", "other"); […]