બંધ કવર છું ખોલ મને તૂં,
તારી ખબર છું ખોલ મને તૂં.
આંસુ છલછલ નહિ છલકાવું,
મફકસર છું ખોલ મને તૂં.
કિલ્લાની અંદર કેદ છું બાકી,
પ્રેમનગર છું ખોલ મને તૂં.
સાંકળ આંખોની શીદ ખખડાવે,
તારૂંજ ઘર છું ખોલ મને તૂં.
હાર પલટાશે જીત સ્વરૂપે,
હૂકમેસર છું ખોલ મને તૂં.
વિનોદ નગદિયા (આનંદ)
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, વિનોદ નગદિયા-આનંદ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બંધ કવર છું ખોલ મને તૂં, વિનોદ નગદિયા-આનંદ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો