તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો ?
મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો ?
એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે,
એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો ?
જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત્
જાણે નથી જીવનમહીં કસ, ક્યારે આવશો ?
ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ,
ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો ?
બંડખોર થઈ ગયો છે સમય, આપના વિના
પ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો ?
એકલતા શૂન્યને ખૂબ સાલે છે આપ વિણ,
કાપે છે રોઈ રોઈ દિવસ, ક્યારે આવશો ?
– શૂન્ય પાલનપૂરી
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો ?, શૂન્ય પાલનપૂરી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો