સતત સૂર્ય જેની જ પાછળ ભમે છે,

સતત સૂર્ય જેની જ પાછળ ભમે છે,
મને ગોદમાં લૈ એ છાંયો રમે છે.

તમે દસ દિશાના પ્રવાસી છો માન્યું.
શરૂઆત મારી તો અગ્યારમે છે.

હવે મૌન મંત્રો બધુંયે ફગાવું,
કશામાં ન હોવાનું આખર ગમે છે.

બીડો ત્યાં લગી હોય જ ઝળહળ પરંતુ,
ઊઘડતાની સાથે જ એ આથમે છે.

મને એ જ શબ્દોથી કરજે તિલક તું,
ગઝલમાં જે તારા અભાવો ખમે છે.

પહાડો શું થીજે હથેલીમાં ખીણો,
બધાં અંજળોના ય પડઘા શમે છે.

ખબર કે ફિકર ક્યાં છે સામાપણાને,
બધી આંખ પાછળ કિરણ કમકમે છે.

સદા એ અજંપે જ ડૂબે છે સૂરજ,
સમી સાંજે પ્હાડો મને શે નમે છે ?

ખરેલાં કિરણને હું પ્રોવી લઉં છું,
કે સ્વાગતમાં અંધારું પ્હેલાં ક્રમે છે !

બધાયે રવોમાં અરવ હોવું મારું.
રવો લુપ્ત થાતા તરત ધમધમે છે.

હજીયે હવડ મ્હેલ જેવી ક્ષિતિજમાં,
કશું રિક્ત અણસાર શું ટમટમે છે.

સતીન દેસાઇ ‘ પરવેઝ ’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: