લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે,

લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે,
કોઇને એમ જીવનની સફરની ઠેશ ના વાગે.

ગમે તે દુઃખ મળે કિન્તુ મળે તારો સહારો પણ,
ભલે વાગે મગર તારા વગરની ઠેશ ના વાગે.

ઘણા યે પંથ એવા છે કે જે પંગુ બનાવે છે,
કદમ ત્યાં રાખજો જ્યાં ઉમ્રભરની ઠેશ ના વાગે.

નહીં તો મારા જેવા અંધની શ્રધ્ધા ડગી જશે,
મને દોરી જનારા રાહબરની ઠેશ ના વાગે.

જે તારા માર્ગમાં પથ્થર બની જીવતા હતા બેફામ,
ખુદા રક્ષે તને એની કબરની ઠેશ ના વાગે.

બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

One Response

  1. Befam Sahebni ghazalno chahak chu.Mane aaje pan yaad che.. Satyanarayan Mandir (Porbandar)ma yojayela Kavi-Samelanma chek lastlinema besine emni ghazal sambhline me nondh kari- `Koyee neki nathi jotu, koyee dusan nathi jotu, jagat kai eak nazarthi badha lakshno natho jotu..,……………………………………………………….?`

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: