મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે !

મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે !
મારો ય એક જમાનો હતો કોણ માનશે !

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે !

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે !

માની રહ્યો છે જેને જમાનો જીવન મરણ,
ઝઘડો એ ‘હા’ ને ‘ના’નો હતો કોણ માનશે !

મસ્તીમાં આવી ફેરવી લીધી જગતથી આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે !

હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે !

રુસ્વાને જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે !

‘રુસ્વા’ મઝલૂમી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: