મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની “એને” ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
*
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે,
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે.

દાવો કરીને જે ય કહે છે ‘હું મસ્ત છું’,
પોતાની હદ સુધી તો એ હુશિયાર હોય છે.

તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે,
સાચું કહું તો મોતને પડકાર હોય છે.

દીવાનગીની વાતને સમજી શકે ન જે,
મારી સમજ મુજબ એ સમજદાર હોય છે.

એનો સિતારો એ વિના ચમકી શકે નહીં,
સદભાગીના નસીબમાં અંધકાર હોય છે.

સમજી શક્યો છું એટલું ‘ઓજસ’ મિલન પછી,
કે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે.

ઓજસ પાલનપુરી

One Response

  1. Yes, it`s right to say-` chare tarafthi niradhar hoi che manas e wakhate te sacho kalakar hoi che` ne ` Milan pachi ke virah…… ej premno saar hoi che……..evooj !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: