હજી પણ એમને ખાનાખરાબીની ખબર ક્યાં છે ?

હજી પણ એમને ખાનાખરાબીની ખબર ક્યાં છે ?
હજી પણ એ મને પૂછી રહ્યાં છેઃ તારું ઘર ક્યાં છે ?

મને પણ કોઇ શક પહેલી નજરના પ્રેમ પર ક્યાં છે ?
મગર મારા તરફ એની હવે પહેલી નજર ક્યાં છે ?

હતો એ પણ વખત, કહેતો હું સૌને એનું ઘર ક્યાં છે ?
હવે એ પણ ખબર ક્યાં છે કે એની રેહગુઝર ક્યાં છે. ­

દુઆઓ તો કરું છું, પણ દુઆઓની અસર ક્યાં છે ?
હવે અલ્લાહને પણ એના બંદાની કદર ક્યાં છે ?

ખબર નહોતી મને કે એ ડ ખુજ ભૂલો પડી જાશે,
બધા રસ્તે હું શોધું છું કે મારો રાહબર ક્યાં છે ?

વધારે છે જખમને સૌએ નસ્તરના બહાના પર,
સિતમગર છે સિતમગર, કોઇ મારા ચારાગર ક્યાં છે ?

મૂંગે મોંઢે સહું છું, પણ તમે ગુણગાન ના ગાશો,
કે એ સંકટ સમયની મારી જડતા છે, સબર ક્યાં છે ?

ગણી લઇએ હવે આને સુખદ અંજામ ઉલ્ફતનો,
તને મારી ફિકર ક્યાં છે ? મને તારી ફિકર ક્યાં છે ?

હતાં જે આરઝૂ – અરમાન એ સઘળાં તજી દીધાં,
હવે લાગી રહ્યું છે કે જીવનમાં કંઇ કસર ક્યાં છે ?

હવે તો થઇ ગયો છું સ્થિર જગતના કેદખાનામાં,
હવે ક્યાં કોઇ મંઝિલ છે ? હવે કોઇ સફર ક્યાં છે ?

જખમ પર ફૂંક મારે છે કોઇ તો થાય છે પીડા,
ઝીલે જે ઘાવ દુનિયાના, હવે એવું જિગર ક્યાં છે ?

વસંતો આવશે તો પણ અહીં ફૂલો નહીં ઉગશે,
ચમનની આ તો બરબાદી છે, કોઇ પાનખર ક્યાં છે ?

બિછાવ્યા તો નથી એમાં ય કાંટા કોઇએ બેફામ,
મરણ પહેલાં જરા હું જોઇ લઉં – મારી કબર ક્યાં છે ?

બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

One Response

  1. Premio mate sukhad anjam ulfatno hoi taw chuta padya pachi`- tu tara raste, hu mara raste…taw pan Befamsahebne kabarna kantano dar lage che ! …zara zara amne pan lage che !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: