તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે,

તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે,
વિરહમાં જાણે કે છૂપા મિલનનો ભાર લાગે છે.

સુકોમળ આપ કેવાં છો – જઓ એ મારી દૃષ્ટીએ,
મને આ આપનો પરદો વદનનો ભાર લાગે છે.

હું જાણું છું – મહોબ્બતમાં નથી એનું વજન કંઇએ,
છતાંયે કાં મને તારા વચનનો ભાર લાગે છે.

આમારી જાતને ધરતી ઉપરનો બોજ ગણનારા !
જરા એ પણ જુઓ અમને ગગનનો ભાર લાગે છે.

વસ્યો છું કંટકોમાં એટલે ધારી શકું છું હું,
કે આ ઊડી જતી ખુશ્બૂ સુમનનો ભાર લાગે છે.

સફરનો માર્ગ આખો મસ્તકે જાણે ઊઠાવ્યો હો,
મને કંઇ એટલો મારા જીવનનો ભાર લાગે છે.

દિલાસો દે નહીં મારા જીવનની વાસ્તવિકતાનો,
કે એથી તો વધુ મારાં સ્વપ્નનો ભાર લાગે છે.

દુઃખો એવાં કે હૈયું હળવું કરવાને રડી લઉં છું,
સ્વમાન એવું કે એ અશ્રુવહનનો ભાર લાગે છે.

મરણ વખતે કર્યો તો નહીં હશે ઉપકાર મિત્રોએ ?
મને બેફામ કાં મારા કફનનો ભાર લાગે છે.

બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: