આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે ?

આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે ?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે ?

આ ઝાંઝવાથી એક ગતીશીલતા તો છે,
મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસનું શું થશે ?

દુઃખ પર હસીતો દઉં છું મગર પ્રશ્ર થાય છે,
જે દોસ્ત દઇ ગયા એ દિલાસાનું શું થશે ?

હું એ ફિકર કરીને ભટકતો રહ્યો સદા,
મંઝીલ મળી જશે પછી રસ્તાનું શું થશે ?

ખીલે છે ફૂલ તોય રૂદન છે તુષારનું,
કરમાશે ફૂલ ત્યારે બગીચાનું શું થશે ?

ચમકે ન મારૂં ભાગ્ય ભલે કિન્તુ ઓ ખુદા,
તારા ગગનમાં કોઇ સિતારાનું શું થશે ?

અત્યારથી જ મારી ફિકરમાં સુકાય છે,
હું જો ડૂબી જઇશ તો દરિયાનું શું થશે ?

આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
નહીં આવશું અમે તો મદિરાનું શું થશે ?

બેફામ એટલે તો નિરાંતે ઊંઘી જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે ?

બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: