વૈષ્ણવજન (મોર્ડન) – ચિરાગ ઠક્કર ‘જય’

.

વૈષ્ણવજન તો કોને રે કહીએ,
સૌ પોતાનું કરી જાણે રે,
ઉપકારે અપકાર કરે તોય,
સજ્જ્ન પોતાને ગણાવે રે. વૈષ્ણવજન તો…

સકળ લોકમાં સૌને નિંદે,
કામ ન કરે એ કો’નુ રે,
વાચ-કાજ-મન ચલિત રાખે,
ધન-ધન કરતાં નવ થાકે રે.
વૈષ્ણવજન તો…

નીચ દૃષ્ટિને, તૃષ્ણાભોગી,
પરસ્ત્રી જેને હાથ રે,
જિહ્વા થકી એ સત્ય ન બોલે,
પરધન નેય ઝાલે હાથ રે.
વૈષ્ણવજન તો…

મોહમાયાને વળગી રહે,
ભોગવિલાસ જેના મનમાં રે,
રામ નામ નો ત્યાગી લાગે,
સકળ દોષ તેના તનમાં રે,
વૈષ્ણવજન તો…

લોભી-પાપીયો-કપટ સહિત જે,
કામક્રોધ જેના તનમાં રે,
નવરો ‘જય’ આ લખે, વાંચતા-
ક્રોધ ના મનમાં આવે રે.
વૈષ્ણવજન તો…

[આ પ્રતિકાવ્યની વાત કરવા માટે મારે અચૂક ‘ઉલટા ચશ્મા’ ના અનન્ય સર્જક શ્રી તારક મહેતાને યાદ કરવા પડે કારણ કે તેમને મે વર્ષો સુધી વાંચ્યાં છે અને તેમના એક લેખમાં તેમણે આ વાત કરી હતી કે ‘વૈષ્ણવજન તો કોને રે કહીએ’ અને તેની પ્રેરણાથી મે આ પ્રતિકાવ્યની રચના કરી હતી. (મને યાદ છે ત્યાં સુધી મે તેમને આ પ્રતિકાવ્ય પત્ર દ્વારા મોકલ્યું પણ હતું!?) માટે નિઃસંદેહ આ રચના તેમને અર્પણ. ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા અને તેમની ખૂબ ભાવવાહક અને ગાંધીજીની પ્રિય આ રચનાનું અપમાન કરવાનો કોઇ ઉદ્દેશ્ય નથી તે તો આપ જાણો જ છો.]

Advertisements

2 Responses

  1. Chiragbhai,

    Tamaru pratikavya taw samuhama pun gawa jewoo che faqt audiancene pahelethi khabar nahoy taw sambhalwanu ne shabdarth samajwani kewi maza aawe ne zara-zara hasyarus ! awa geetaw natakma hoy taw ? Thank you.

  2. અરે ચીરાગભાઇ તમે આમા ખોટુ શુ લખ્ખુ છે મને તો એમ હતુ કે તમે તો કોય મોટુ નામ
    લખશો પણ લખેલ નથી થીક છે બહુજ સરસ કોકની આંખ તો ખુલસે

    ચીરાગભાઇ ડર ભગવાન સીવાય કોયનો ના હોય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: