હું મને ગમતો નથી, તમને ગમું છું?

હું મને ગમતો નથી, તમને ગમું છું?
જલ વિનાનો કૂપ છું, તમને ગમું છું?

પથ્થરોના હાડથી ઊંચો થયો,
સાવ સુક્કો પહાડ છું, તમને ગમું છું?

જિંદગીભર ચાલતાંયે ના પૂંગુ,
હું દિશાહીન માર્ગ છું, તમને ગમું છું?

ભવ્યતા મારી વખાણે છે ઘણા,
મૂળમાં વેરાન છું, તમને ગમું છું?

કેટલા તારા ભીતરમાં તગેતગે!
બદ્ધ હું અંધાર છું, તમને ગમું છું?

રાતદી કેવો અજંપો ઉછળે!
જીવ દરિયાનો જ છું, તમને ગમું છું?

મેઘ બારે વરસતાં કંઈ ના બને!
હું બળેલું બીજ છું, તમને ગમું છું?

ચંદ્રકાન્ત શેઠ

Advertisements

One Response

  1. Je potane gumta nathi e bijane gume che evu bane che pun balela bijno hajupun mukhwas mate upyog thi chene Saheb !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: