થોડી જીદ તમે છોડી હોત
થોડી જીદ અમે છોડી હોત
તો આ જીંદગી આપણી હોત…!
થોડુ તમે હસ્યા હોત
થોડુ અમે હસ્યા હોત
તો આ જીંદગી હાસ્યનો ફુવારો હોત…!
થૉડુ તમે રડ્યા હોત
થૉડુ અમે રડ્યા હોત
તો આ જીંદગી આંસુ લુછી શકી હોત…!
થૉડુ તમે ખસ્યા હોત
થૉડુ અમે ખસ્યા હોત
તો આ જીંદગી સમીપ હોત…!
થૉડુ તમે રાહ જોઈ હોત
થૉડુ અમે રાહ જોઈ હોત
તો આ જીંદગીને રાહ મળી ગઈ હોત…!
થોડી તમે અનુભવી હોત
થોડી અમે અનુભવી હોત
તો આ જીંદગી એક કલ્પના ના હોત…
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુસમિન ગાંધી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, થોડી જીદ તમે છોડી હોત-સુસમિન ગાંધી, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, સુસમિન ગાંધી, gujarati git, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો