તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.
પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા
રહીએ
ભૂલી સઘળા વ્હેમ.
હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-
ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના
ઋણાનુબંધ?
ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-
– તુષાર શુક્લ
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, તુષાર શુક્લ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તું પૂછે પ્રેમનું કારણ, તુષાર શુક્લ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો