ગઝલમાં વપરાતી છૂટછાટો- હેમંત પૂણેકર

ચિંતન શેલાતે એક પ્રશ્ન પૂછ્યો કે ગઝલમાં વપરાતી છૂટછાટો કઈ રીતે પકડવી. એના ઉત્તરમાં આ નોટ લખી છે. આપના વિચારો જણાવજો.

પ્રકારોમાં વપરાતી છૂટછાટો માટે ગઝલના છંદો વિષેનું કોઈપણ સારુ પુસ્તક (જેમ કે રઈશભાઈનું “ગઝલનું છંદોવિધાન”) વાંચી જવું.

ગુજરાતી કરતા ઉર્દુમાં વધુ છૂટછાટ લેવાય છે. જેમ કે મેરે, તેરે જેવા શબ્દો લલ માપમાં અને હૈ, મૈં જેવા એકાક્ષરી ગુરુ લઘુ તરીકે વપરાય છે. આ બધુ ગુજરાતીમાં માન્ય નથી.

જોકે પુસ્તકમાં બધી જ છૂટછાટો અંગે જાણવા મળી જશે એવુંય નથી. ઘણીવાર સિદ્ધહસ્ત કવિઓ એવી છૂટછાટ લેતા જોવા મળે છે જે ક્યાંય documented ન ય હોય.

જો છૂટછાટની બધી માહિતી પુસ્તકમાંથી પણ મળવાની ના હોય તો કઈ રીતે નક્કી કરવું કે કઈ છૂટછાટ લેવાય અને કઈ ના લેવાય.

આપણા જેવા નવા લોકો માટે પુસ્તકિયા છૂટછાટોની બહાર ન નીકળવું હિતાવહ છે. પણ સિદ્ધહસ્તો છૂટછાટ કઈ રીતે લે છે એ અંગેની મારી સમજણ રજૂ કરું છું. આ સમજણ મેં કેળવેલી હોવાથી એમાં ભૂલો હોવાની શક્યતા છે જ. મારા સિનિયર કવિ મિત્રો એમના વિચારો રજૂ કરશે તો ગમશે.

વાસ્તવમાં લઘુ અથવા ગુરુ એટલે એક શ્રુતિના ઉચ્ચારમાં લાગતો સમય છે. લઘુ કરતા ગુરુ શ્રુતિના ઉચ્ચારને લગભગ બમણો સમય લાગે. પણ જો કોઈ ગુરુ શ્રુતિને ઝડપથી ઉચ્ચારીએ તો એનો લઘુ ઉચ્ચાર શક્ય જ છે. એ જ રીતે લઘુ શ્રુતિનો ગુરુ ઉચ્ચાર પણ શક્ય છે જ. પણ આમ કરવાથી શબ્દનો ઉચ્ચાર બદલાય છે. આ બદલાયેલો ઉચ્ચાર ક્યારેક એ શબ્દને ભાવક સુધી પહોંચાડવામાં અડચણ ઊભી કરી શકે છે.

“દૂધ” શબ્દમાં પહેલી ગુરુ શ્રુતિને લઘુ કરીને “દુધ” (સુધબુધ જેવું દુધ) એવો ઉચ્ચાર કરવા જઈએ તો શક્ય છે કે સામેવાળાને સમજાય જ નહીં. કોઈ કવિ ન હોય એવી વ્યક્તિ સાથે આ પ્રયોગ કરી જોજો. ૫૦%થી વધુ શક્યતા છે કે સામા માણસને દુધ બોલશો તો દૂધ નું પ્રત્યાયન નહીં થાય.

પણ ઘણી જગાએ ગુરુનો લઘુ કરવાથી શબ્દના પ્રત્યાયનમાં ખાસ વાંધો આવતો નથી. અને છૂટછાટની સૌથી મોટી કસોટી એ જ છે કોઈ ગુરુ શ્રુતિનો લઘુ ઉચ્ચાર કરવા છતાં પણ (અથવા લઘુ શ્રુતિનો ગુરુ ઉચ્ચાર કરવાથી) શબ્દનું પ્રત્યાયન ભાવકને થાય છે કે નહીં. જો શબ્દ ભાવક સુધી પહોંચતો હોય અને એને ખાસ અજૂગતુ ન લાગે તો છૂટ માન્ય ગણાય.

મોટા કવિઓ ઘણીવાર એવી છૂટ લેતા હોય છે જે તમને કોઈ પુસ્તકમાં વાંચવા નહીં મળે. ઉદાહરણ તરીકે મનોજ ખંડેરિયાની આ ગઝલ જુઓઃ http://urmisaagar.com/saagar/?p=4555

હાથમાં કારોબાર રાખ્યો તેં

ને મને બારોબાર રાખ્યો તેં

ગાલગા ગાલગાલ ગાગાગા

આ આખી ગઝલમાં કારોબાર, બારોબર, હારોહાર વગેરે જેવા કાફિયા ગાલગાલ માપમાં વાપર્યા છે. હવે કોઈ પુસ્તક એમ નહીં મળે કે ઓ જેવી શ્રુતિને લઘુ કરી શકાય, અને એ સાચુ પણ છે કે દરેક જગાએ એમ ના જ કરાય. પણ આ શબ્દોમાં કારોબાર નો ઉચ્ચાર ગાલગાલ માપમાં કરો તો નભી જાય છે. આ પ્રમાણે બોલી જુઓઃ

ગાલગાલ કારોબાર ગાલગાલ હારોહાર ગાલગાલ બારોબાર ગાલગાલ મારોમાર

આ લયમાં શબ્દના પ્રત્યાયનમાં કોઈ વાંધો નથી આવતો એટલે આ છૂટ માન્ય ગણાય.

જો કે મેં પહેલા કહ્યું એમ, આ બધા ખેલ કાન કેળવાય એ પછી કરી શકાય. નવા કવિઓએ આ બધી ચીજોથી દૂર રહેવા જેવું ખરું.

હેમંત પુણેકર

Vivek Tailor કારોબાર, બારોબર, હારોહાર – આ શબ્દો મનોજ ખંડેરિયા જેવા સિદ્ધહસ્ત ગઝલકારે ગાગાગાલની જગ્યાએ ગાલગાલ તરીકે કેમ વાપર્યા હશે એ વિચારવા જેવું છે. હકીકતે આ બધા ઉર્દૂ મૂળ ધરાવતી સંધિ છે.. કાર-ઓ-બાર, બાર-ઓ-બાર, હાર-ઓ-હાર… ઉર્દૂમાં સ્વર સાથે સંધિ ધરાવતા લઘુને સંધિની સાથે પણ લઘુ તરીકે લેવાનો ધારો છે… હેમંતે કહ્યું એમ બોલતી વખતે લય ખોડંગાતો નથી એનું પ્રમુખ કારણ પણ એ જ છે કે આ બધા જ શબ્દો સળંગ નથી, પણ સંધિ છે…

21 કલાક પહેલાં  ·Vivek Tailor હિંદી-ઉર્દૂમાં મેરા-તેરાને પણ લગા અને ગાગા એમ બંને માપમાં વાપરવામાં આવે છે એનું મૂળ કારણ એ છે કે ઉર્દૂમાં ખરો શબ્દ મિરા અને તિરા છે જેના પરથી મેરા અને તેરા બન્યો છે.. ઉચ્ચારની સૌમ્યતાના કારણે મેરા-તેરાને એ લોકો લગા માપમાં લે છે જ્યારે ગુજરાતી શબ્દ મારા-તારામાં આવી સૌમ્યતાનો અવકાશ નથી…
source :facebook
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: