ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે,
ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.
પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું,
મૂલવોના શ્વેત છે કે શ્યામ છે.
દિલની બારીને ઉઘાડી રાખજો,
કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે.
એક ટીપું પણ હવે બાકી નથી,
દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે.
દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની,
એક પળના કામનું શું કામ છે.
સાવ મામુલી ‘સુમન’ તું આદમી,
કૈક હસ્તી એ બગાડ્યાં નામ છે.
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો