ગાજવીજ થી ડરીજતો ત્યારે
તારા પાલવમા છુપાવતી
રામ રક્ષાના કવચ તરીકે
તુ રામનામ જપાવતી
દોડતા ગોઠણીયા છોલાતા ત્યારે
તુ ફુંક મારી ઘા રુઝાવતી
મા તારી ફુકમા ત્યારે કેવી ઠ્ંડક લાગતી
શેરીએ રમી ઘુળિયા શરીરને
વ્હાલ સાબુએ નવરાવતી
મારી પાછળ દોડી દોડી ને
પરાણે કોળીયા જમાડતી
બહાર જવાનુ હોય ત્યારે
નવા વા વા પહેરાવતી
પોચી પકડે ગાલ પકડી
વાળમા બાબરી પાડતી
બુરી નજરથી બચાવા મને
ગાલે કાળુ ટ્પકુ લગાડ્તી
સહેજ જરા નરમ લાગુ તો
માથે થી રાય -મીઠુ ઉતારતી
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), માતા | Tagged: ગાજવીજ થી ડરીજતો ત્યારે, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, મા - જયકાંત જાની (USA), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો